ચાલો કિડનીને જાણીએ

Disclaimer :- આ વેબસાઈટમાં આપેલ સંપૂર્ણ માહિતી ફક્ત શૈક્ષણિક હેતુ માટેજ છે. આ વેબસાઈટની કોઈ પણ માહિતીનો અમલ કરતા પહેલા તે ક્ષેત્રના નિષ્ણાંત ડૉક્ટરની સલાહ લેવી અત્યંત જરૂરી છે.

 • કિડનીના સૌથી નાના યુનિટને નેફ્રોન કહે છે. માનવ શરીરની કિડનીમાં લગભગ 10 લાખ થી 20 લાખ નેફ્રોન હોય છે.
 • કિડનીની લંબાઈ લગભગ 12 સેંટીમીટર હોય છે.
 • કિડનીનું વજન લગભગ 140 ગ્રામ થી 142 ગ્રામ હોય છે.
 • આપણા શરીરમાં 2 કિડની હોય છે.
 • ડાબી બાજુની કિડની જમણી બાજુની કિડની કરતાં પ્રમાણમા નાની હોય છે.
 • કિડનીનો આકાર બીન્સ એટલેકે મોટા ચોળા કે મોટા રાજમાંના દાણા ને કલ્પી લો તેવો હોય છે.
 • કિડની વ્યક્તિના પીઠના ભાગમાં આવેલી હોય છે.
image

કિડનીના સારવાર બે પ્રકારે થાય.

 • કિડનીની સર્જરી કરી બગાડ થતો અટકાવવો, પથરી દૂર કરવી કે સાવ બગડી ગયેલી કિડની કાઢી લેવી. એ કામ માટે યુરોલોજિસ્ટની દેખરેખની જરૂર પડે.
 • જ્યાં વાઢકાપ શક્ય નથી અને કિડની કામ કરતી બંધ થઈ ગઈ છે ત્યારે ડાયાલીસીસ કરાવવું પડે અને ત્યારે લોહી શુધ્ધ કરાવવા માટે નેફ્રોલોજિસ્ટની સેવા લેવાય.
image

પૂરતા પ્રમાણમા પાણી ન પીવાથી કિડનીમાં પથરી થાય છે તેવું માની શકાય.

 • કિડનીમાં પથરીનો દુખાવો અસહ્ય હોય છે.
 • હવે આધુનિક પધ્ધતિથી કિડનીમાંથી પથરી દૂર કરાય છે જેમાં એક નાનકડા હૉલ દ્વારા દૂરબીનથી ઓપરેશન કરાય છે અને દર્દીને તાત્કાલિક આરામ મળે છે.
 • મૂત્રમાર્ગ માં પથરી ક્યાં ક્યાં થઈ શકે છે?

 • મૂત્રમાર્ગમાં પથરી જ્યાં મૂત્ર બને છે ત્યાં અથવા જ્યાં તેનો સંગ્રહ થાય છે તે પેશાબની થેલી, urinary bladder માં થાય છે.
 • કિડનીમાંથી પથરી નીચે ઉતરીને ક્યારેક મૂત્ર વાહિની(ureter) માં અટકી જાય અને તેવી જ રીતે પેશાબ ની થેલીમાંથી પથરી નીચે ઉતરી ને મૂત્રનલિકા( urethra) માં અટકી શકે છે.
image
 • જો બંને કિડની ખરાબ થાય ગઈ હોય તો લોહીનું શુધ્ધિકરણ અટકી પડે છે.
 • આવા સમયે ડાયાલીસીસ એજ ઉપાય છે.
 • એ રીતે કિડનીની જગ્યાએ મશીનથી લોહી શુદ્ધ કરાવવું પડે છે.
 • એ માટે નેફ્રોલોજિસ્ટની સેવાઓ લેવાય છે.
 • કિડની દુખાવો ક્યારે કરે?

 • પથરી મૂત્રમાર્ગમાં આડી આવતી હોય
 • પથરીના કારણે પેશાબમાં રસી થતી હોય
 • પથરી ખસીને નીચે ઊતરતી હોય
 • પથરી કિડનીની નળીમાં ઘસારો કરતી હોય
image

ચાલો કિડનીને જાણીએ

દર્દીને એ વાત માન્યામાં નથી આવતી કે કોઈ દિવસ પથરીના કારણે કોઈ તકલીફ જ નથી થઈ તો કિડની નબળી કે ફેલ કેવી રીતે થઈ ગઈ.

આથી મૂત્રમાર્ગની સામાન્ય તકલીફમાં કે સાધારણ દુખાવામાં પણ તાત્કાલિક તમારા urologist ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

મૂત્રમાર્ગ માં થતી પથરીના દર્દી માટે આહારની સમજ

*ઓછું પાણી પીવાની આદત મુખ્ય કારણ ગણાય છે.

વધુ પાણી પીવું તે ફાયદાકારક જ છે પરંતુ જેઓને પ્રોસ્ટેટની તકલીફને લીધે પેશાબ કરવામાં મુશ્કેલી અનુભવાતી હોય તેમની તકલીફો વધી શકે છે. આથી ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

એક સ્થાપિત ગણતરી પ્રમાણે આપણે એટલું પાણી પીવું જોઈએ કે 24 કલાક દરમ્યાન 2 થી 2.5 લિટર પેશાબ આવે.

*પથરીની તકલીફ વાળા દર્દીએ નમકનો ઉપયોગ મર્યાદિત કરવો. ખોરાકમાં ઉપરથી નમક ન લેવું તથા વધુ નમક વાળા પદાર્થો જેવા કે અથાણાં, પાપડ, salted chips નો ઉપયોગ ટાળવો.

*માંસાહારનો ઉપયોગ હાનિકારક છે.

કિડનીની સારવાર ઈતિહાસમાં

દર વર્ષે માર્ચ મહિનામાં દુનિયાભરમાં કિડની દિવસ મનાવવામાં આવે છે.

ભારતમાં સૌ પ્રથમ કિડની transplantation 1971 માં મેડિકલ કોલેજ, વેલ્લૂરમાં થયું હતું. જ્યારે દુનિયામાં 1954 માં થયું હતું.

પ્રોસ્ટેટની સાઇઝની સમજ

દરેક પુરુષને જન્મથી મૂત્રમાર્ગમાં પ્રોસ્ટેટ ગ્રન્થી હોય છે. ઉમંર વધવા સાથે તેની સાઇઝ વધે છે પણ જો પેશાબ પસાર કરવામાં કોઈ તકલીફ ન હોય તો કોઈ દવા કે સર્જરીની જરૂર નહીં પડે.

પ્રોસ્ટેટ મોટી થઈ છે તો દુખાવો વધુ થશે તેવું જરૂરી નથી. એવું બનેકે 80 ગ્રામની પ્રોસ્ટેટ વાળાને કોઈ તકલીફ ન હોય અને 45 ગ્રામની પ્રોસ્ટેટ વાળા વ્યક્તિને તકલીફ હોય ને જોરથી પેશાબ કરવો પડતો હોય.

આમ પ્રોસ્ટેટની સારવારનો આધાર પ્રોસ્ટેટની સાઇઝ કરતાં દર્દીને પેશાબની તકલીફ કેટલી છે તેના પર વધુ ગણાય છે.